કિશનવાડીમાં જુગારધામ પર પોલીસનો દરોડો: 11 પરપ્રાંતિયો ઝડપાયા, 1.02 લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા , 11 ઓગસ્ટ (હિ.સ.)-વારસિયા પોલીસે કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 11 પરપ્રાંતિયોને ઝડપી પાડ્યા છે. પોલીસએ સ્થળ પરથી 11 મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ ₹1.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા કેટલાક આરોપીઓ શહેર
Raid


વડોદરા , 11 ઓગસ્ટ (હિ.સ.)-વારસિયા પોલીસે કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 11 પરપ્રાંતિયોને ઝડપી પાડ્યા છે. પોલીસએ સ્થળ પરથી 11 મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ ₹1.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા કેટલાક આરોપીઓ શહેરની હોટલોમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી અનુસાર, કિશનવાડી બ્લોક નંબર 42ની રૂમ નંબર 24 માં વિનોદ જવેરસિંગ વણજારા જુગારધામ ચલાવતો હતો. ગુપ્ત જાણકારી મળતા વારસિયા પોલીસે રેડ કરી ભોલુ કનૈયાલાલ વણજારા, રાજુ નાથુભાઇ વણજારા, પ્રવિણ ભોમાભાઇ વણજારા, વિનોદ જવરસિંહ વણજારા, જગદીશ ગટુભાઇ વણજારા, વિનોદ પોપટભાઇ વણજારા, ખુશપાલ ગોવિંદભાઇ વણજારા, અનિલ મકરામભાઇ વણજારા, પીયૂષ પર્વતભાઇ વણજારા, અજયકુમાર શ્રીચંદભાઇ વણજારા સહિતના 11 આરોપીઓને ઝડપી લીધા.

પોલીસે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande