પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ ખીલી હોય તેમ છ સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા જેમા છ મહિલા સહિત કુલ 23 પત્તાપ્રેમીને ઝડપી લેવામા આવ્યા હતા જયારે એક શખ્સ નાશી જવામાં સફળ રહ્યો હતો.પોરબંદરના મોઢવાડા ગામે સરાણીયા સીમ વિસ્તારમા બગવદર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા રાજીશી ઉર્ફે ભીખુ કારાભાઈ મોઢવાડીયા, દુલા ઉર્ફે રોહિત છગન મોઢવાડીયા,વિજય ભુરાભાઇ મોઢવાડીયા અને કેશુ દેવા ઓડેદરાને ઝડપી લઈ સ્થળ પરથી 11,200નો મુદામાલ કબ્જે કર્યો હતો પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમા પોલીસે જુગાર પર દરોડો પાડી જુગાર રમી રહેલી લાભુબેન અરસીભાઈ પાંડવદારા, ઉજીબેન લાલજીભાઈ સોલંકી અને ગીતાબેન બાબુભાઈ કાથડને ઝડપી લઈ સ્થળ પરથી રૂ.3,050નો મુદામાલ કબ્જે કર્યો હતો પોરબંદરના જીઆઇડીસી વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ચાલી રહેલા જુગાર પર દરોડો પાડી પ્રવિણગીરી વશરામગીરી ગોસ્વામી,ધવલગીરી ગોસ્વામી, શાંતાબેન જેન્તીગીરી દિનેશ કરથીયા, રેખાબેન બાબુભાઈ પરમાર, પુષ્પાબેન જેન્તીગીરી ગોસ્વામીને ઝડપી લઇ સ્થળ પરથી રૂ.10,500નો મુદામાલ કબ્જે કર્યો હતો વાળોત્રા ગામે કાદા વિસ્તારમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પડી જુગાર રમી રહેલા રામશી મુરૂ કનારા, ગીરીશ જીવા કટારા, અશોક મનસુખ લાડાણીને ઝડપી લીધા હતા જયારે ભરત પરબત કટારા નામનો શખ્સ નાશી છુટયો હતો. પોલીસે સ્થળ પરથી રૂ.27,800નો મુદામાલ કબ્જે કર્યો હતો કુતિયાણાના ચુનારવાસના નાકે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમી રહેલા જીતેશ કેશુ પરમાર, વિજય પુંજા સોલંકી જગદિશ કારા નારેજાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.4,450નો મુદામાલ કબ્જે કર્યો હતો કિંદરખેડા ગામે સ્મશાનની બાજુમા જુગાર રમી રહેલા ભીમા સાંગણ મોઢવાડીયા, રામ ઉર્ફે રમણિક પુંજા ઓડેદારા અને કેશુ ભીમા મોઢવાડીયાને ઝડપી સ્થળ પરથી રૂ.10,300નો મુદામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya