પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નશાબંધી દ્વારા જનજાગૃતી કાર્યક્રમ યોજાયો હતો.ભારત દેશનાં 78 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે નશાબંધી ખાતુ તેમજ સુદામાજી આદર્શ નિવાસી શાળા (વિ.જા) કુમારના સંયુકમ ઉપક્રમે નશાબંધીના ધનિષ્ઠ પ્રસાર-પ્રચાર અંતર્ગત નશામુક્ત ભારત અભિયાન હેઠળ સુદામા આદર્શ નિવાસી કુમાર શાળા પોરબંદર ખાતે નશાબંધી વિષયક નાટક, સેમીનાર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમજ ભારત વ્યશનમુક્ત સમાજ બને તે માટે ઇશ્વરને સર્વધર્મ પ્રાર્થના કરી હતી. મદદનીશ શિક્ષક આર.આર કોટડીયાએ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી સંસ્થાનો પરીચય આપી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.વિધાર્થીઓ દ્રારા 'નશો નાશનું મુળ છે” નાટર રજુ કરવામાં આવ્યુ હતુ. નાટક બાદ નશાબંધી વિષયક ચિત્રસ્પર્ધા, વક્તત્વસ્પર્ધા, વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું યોજવામાં આવી હતી. વિધાર્થીઓએ નશામુક્તિનો સંદેશો આપ્યો હતો. નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક પી.આર ગોહિલએ નશાબંધી ખાતા વિશે માહીતી આપી જણાવ્યુ કે, ભારત દેશના 78માં સ્વાતંત્ર્ય દિવસ નિમિતે વિધાર્થીઓ દ્વારા જે કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા તે બિરદાવવા યોગ્ય છે, વિધાર્થીઓ દ્રારા વ્યશનમુક્તિનો સંદેશો આપવામાં આવ્યો, તેનો અમલ ખુદ થી જ કરવા જણાવ્યુ હતુ. કોલેજના આચાર્ય ટુકડીયાએ નશાબંધી ખાતાનો આભાર માન્યો હતો. અને જણાવ્યુ કે, અમારા સંસ્થાના વિધાર્થીઓ વ્યશન મુક્તિમાં ઝુબેશ આગળ વધારશે, સારા પરિણામો મળશે, નશાબંધી ખાતા તરફથી ભાગ લેનાર તમામને મહાનુભવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા,
આ કાર્યક્રમમાં નશાબંધી અધીક્ષકશ્રી પી.આર ગોહિલ તેમજ સમાજ કલ્યાણ અધિકારી ચાવડા તેમજ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી બારૈયા તેમજ શાળાના આચાર્ય ટુકડીયા , નશાબંધી સબ ઇન્સ્પેક્ટર બી.એમ સોલંકી અને નશાબંધી સ્ટાફગણ તેમજ શાળાના મદદનીશ શિક્ષક આર.આર કોટડિયા, ઓડેદરા અજયભાઇ, ભાવનાબેન જોષી તેમજ હિરલબેન ભટ્ટ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya