દંતેશ્વરમાં વૃદ્ધા પર, રિક્ષા ચાલક અને તેના દીકરાનો હુમલો
વડોદરા, 11 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રિક્ષા ધીરે ચલાવવાની સલાહ આપતા ૬૫ વર્ષીય વૃદ્ધા પર રિક્ષા ચાલક અને તેના દીકરાએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મકરપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ મુજબ, અનુપમ નગરમાં રહે
દંતેશ્વરમાં વૃદ્ધા પર, રિક્ષા ચાલક અને તેના દીકરાનો હુમલો


વડોદરા, 11 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રિક્ષા ધીરે ચલાવવાની સલાહ આપતા ૬૫ વર્ષીય વૃદ્ધા પર રિક્ષા ચાલક અને તેના દીકરાએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મકરપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદ મુજબ, અનુપમ નગરમાં રહેતી કમળાબેન ઠાકુર પોતાના ઘરના ઓટલા પર દીકરી સાથે બેઠી હતી, ત્યારે એક રિક્ષા ચાલકે નજીક પાર્ક કરેલી રિક્ષાને ટકર મારી. કમળાબેને તેને ધીરે રિક્ષા ચલાવવાની સલાહ આપતા રિક્ષા ચાલક ઉશ્કેરાયો અને ઝઘડો શરૂ કર્યો. કમળાબેનના દીકરા અજય સાથે ઝપાઝપી બાદ, રિક્ષા ચાલકના દીકરાએ આવીને વૃદ્ધાને ધક્કો મારી નીચે પાડી અને પથ્થરથી હુમલો કર્યો હતો.

પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande