જાફરાબાદના લુણસાપુરમાં સિન્ટેક્સ કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા, 11.32 લાખની ચોરી
અમરેલી, 11 ઓગસ્ટ (હિ.સ.): જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલી સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં તસ્કરો દ્વારા રાત્રિના સમયે ધાડ પડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, મોઢે કપડું બાંધી અને તલવાર જેવા હથિયાર સાથે આવેલા તસ્કરો એ એકસાથે આઠ મકાન
જાફરાબાદના લુણસાપુરમાં સિન્ટેક્સ કોલોનીમાં તસ્કરોનો ત્રાટકો, 11.32 લાખની ચોરી


અમરેલી, 11 ઓગસ્ટ (હિ.સ.): જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલી સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં તસ્કરો દ્વારા રાત્રિના સમયે ધાડ પડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, મોઢે કપડું બાંધી અને તલવાર જેવા હથિયાર સાથે આવેલા તસ્કરો એ એકસાથે આઠ મકાનોને નિશાન બનાવ્યા. આ દરમિયાન સૌથી મોટી ચોરી આસિસ્ટન્ટ મેનેજરના મકાનમાં અંજામ અપાઈ, જ્યાંથી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીનાઓ મળી અંદાજિત રૂપિયા 11 લાખ 32 હજારનો મુદ્દામાલ ઉઠાવી લેવાયો.

સિન્ટેક્સ કોલોનીના અન્ય મકાનોમાં પણ તસ્કરો ઘૂસીને ઘરવખરી વેરવિખેર કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સ્થળ પરથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ તેમજ તેમના પકડવા માટે પોલીસ તંત્ર કાર્યરત થયું છે. આ બનાવને પગલે સિન્ટેક્સ કોલોનીમાં રહેતા પરિવારોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande