રાપરમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા ધમધમાટ: હર ઘર તિરંગા સાથે ‘હર ઘર સ્વચ્છતા’ અભિયાન પણ શરૂ
ભુજ – કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.): 15 ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમગ્ર દેશમાં થનારી છે ત્યારે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોમાં દેશભાવના જાગે તે માટે આજથી 15 ઓગસ્ટ સુધી રાપર નગરપાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
રાપરમાં સ્વતંત્રતા પૂર્વે સ્વચ્છતા


રાપરમાં આદરાયું સ્વચ્છતા અભિયાન


ભુજ – કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.): 15 ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમગ્ર દેશમાં થનારી છે ત્યારે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોમાં દેશભાવના જાગે તે માટે આજથી 15 ઓગસ્ટ સુધી રાપર નગરપાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

સ્વચ્છતા માટે યોજાઇ જાગૃતિ રેલી

શહેરના તમામ સાત વોર્ડમાં ‘હર ઘર તિરંગા’ અંગે કાર્યક્રમનું આયોજન જે તે વોર્ડના સભ્યો દ્વારા કરવામાં આવશે. આ અંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઇ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, સોમવારે શહેરના નગાસર તળાવ પાસેથી ‘હર ઘર સ્વચ્છતા’ અભિયાન ની શરુઆત કરવામાં આવી છે. જેમાં નગરપાલિકાના તમામ વાહનોની સાથે એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દેનાબેંક ચોકથી એસટી બસ સ્ટેન્ડ રોડ, સલારીનાકા, ત્રંબૌ ત્રણ રસ્તા, એપીએમસી રોડ, પ્રાગપર ચોકડી, અયોધ્યાપુરી થઈ નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન કરવામાં આવી હતી.

બજારોમાં પણ સફાઇ કરીને ચોખ્ખી કરાશે

આગામી સ્વતંત્રતા દિવસ નિમિત્તે દરેક વોર્ડમાં તથા શહેરની મુખ્ય બજારમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખવા માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા, એકાઉન્ટન્ટ મહેશ સુથાર, પીઆઈ જે બી બુબડીયા, ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ, કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયભાઈ ગૌસ્વામી, વિનુભાઇ થાનકી, મદુભા વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આગામી પંદર ઓગસ્ટ સુધી નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande