જામનગરની જ્ઞાનશક્તિ સ્કુલની વિદ્યાર્થીનીઓ જિલ્લાકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ
જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાકક્ષાની એસજીએફઆઇ સ્પર્ધા અંતર્ગત કબડ્ડી અન્ડર-14 સ્પર્ધામાં શ્રી ગણેશ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સ ની વિદ્યાર્થીનીઓ જામનગર ગ્રામ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત
કબડ્ડી


જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાકક્ષાની એસજીએફઆઇ સ્પર્ધા અંતર્ગત કબડ્ડી અન્ડર-14 સ્પર્ધામાં શ્રી ગણેશ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સ ની વિદ્યાર્થીનીઓ જામનગર ગ્રામ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. જે ટીમ હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. સ્કૂલ શિક્ષણ ક્ષેત્રે આગળ છે જ સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ રાજ્ય કક્ષા સુધી પહોંચી ચુકી છે.

આ સિદ્ધિ મેળવવા બદલ શ્રી ગણેશ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સના પ્રમુખ પ્રવીણભાઈ એચ. માડમ, ટ્રસ્ટી લીરીબેન પી. માડમ પી.ટી ટીચર કરમુર અમિત એન. શાળાના આચાર્ય કારિયા આશિષ તથા શાળા ના શિક્ષકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande