વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં હર ઘર તિંરગા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી નીકળી
વલસાડ, 11 ઓગસ્ટ (હિ.સ.)- હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત તા. 8 થી 15 ઓગસ્ટ દરમિયાન વલસાડ જિલ્લાના ગામે ગામ “હર ઘર તિરંગા” તથા “હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન વલસાડ
Valsad


વલસાડ, 11 ઓગસ્ટ (હિ.સ.)- હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત તા. 8 થી 15 ઓગસ્ટ દરમિયાન વલસાડ જિલ્લાના ગામે ગામ “હર ઘર તિરંગા” તથા “હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વસ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામ, કપરાડા તાલુકાના નળીમધની, વલસાડ તાલુકાના ધમડાચી અને પારડી તાલુકાના અંબાચ ગામની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ, ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આંગણવાડી કાર્યકરો, તેમજ ગ્રામજનોના સહકારથી ગામના મુખ્યમાર્ગો ઉપર તિરંગા યાત્રા ધ્વનિનાદ અને હર્ષોઉલ્લાસ સાથે નીકળી હતી. ભારત માતાકી જય.... વંદે માતરમ વગેરે દેશભક્તિના નારા લગાવી બાળકો અને ગ્રામજનોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓએ હર ઘર તિરંગા, હર ઘર સ્વસ્છતા અભિયાન હેઠળ વેશભૂષા સ્પર્ધા, દેશભક્તિ ગીત, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધામાં પણ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના કૌશલ્યના દર્શન કરાવ્યા હતા. વિવિધ ગામડાઓમાં સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તિરંગા યાત્રાને વહીવટી તંત્ર, ગામના સરપંચ, તલાટી કમમંત્રી અને ગ્રામજનો સહિતનાઓએ સફળ બનાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande