પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના જન્માષ્ટમી મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે આગામી 15થી19 ઓગસ્ટ સુધી પાંચ દિવસીય મેળાનું પોરબંદર મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. મેળાની મોજ સાંસ્કૃતીક કાર્યક્રમ સાથે લોકો માણી શકે તે માટે પાંચ દિવસીય વિવિધ કલાકારો પણ પોતાની આગાવી શૈલીથી કલા પ્રસ્તુત કરશે.
પોરબંદર મનપા દ્વારા આપવામા આવેલી પાંચ દિવસીય સાંસ્કૃતિકની રૂપરેખામાં જોઇએ તો પ્રથમ દિવસે તારીખ 15ના રોજ રશિકાબેન રબારી (લોકગીતો), 16 ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે જુનાગઢના સાગર કાચા (લોકગીતો), 17 ઓગસ્ટના રોજ વડોદરાના તૃપ્તિબેન ગઢવી (ગીત સંગીત), 18 ઓગસ્ટના રોજ જીતુભાઈ દ્વારકાવાળા તથા સુરતના કિશન રાદડીયા એન્ડ રિધમ ટીમ (ઓરકેસ્ટ્રા), 19 ઓગસ્ટના રોજ ઓસમાણભાઈ મીર (લોકડાયરો)નુ આયોજન કરવામા આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya