પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરની નેવી ચીલ્ડ્રન સ્કૂલ દ્વારા શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને સામાજિક જાગૃતિનું વિસર્જન કરવો હતો.શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય જાગૃતિ અને એકતાના સૂત્રો સાથે રેલીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમના હાથમાં દેશભક્તિ દર્શાવતા બેનરો અને દેશનો તિરંગો તથા તેમણે દેશપ્રેમના નારા લગાવતાં પ્રજા સુધી એકતા, સ્વતંત્રતા અને રાષ્ટ્રગૌરવના સંદેશો પહોંચાડ્વાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલી દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વતંત્રતા દિવસના મહત્વ અને જવાબદાર નાગરિક તરીકેની ભૂમિકા અંગે પણ સમજ ઊભી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya