સુંડાવદર સીમ શાળા ખાતે તિરંગા યાત્રા અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.
પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા તેમજ તા.10 ઓગસ્ટનાં રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં પણ તિરંગા યાત્રા તેમજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીને જન પ્રતિસાદ મળ્યો હતો.
સુંડાવદર સીમ શાળા ખાતે તિરંગા યાત્રા અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.


સુંડાવદર સીમ શાળા ખાતે તિરંગા યાત્રા અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.


પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.)મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા તેમજ તા.10 ઓગસ્ટનાં રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં પણ તિરંગા યાત્રા તેમજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીને જન પ્રતિસાદ મળ્યો હતો.પોરબંદર જિલ્લાનાં મોઢવાડા ગામે આવેલ સુંડાવદર સીમ શાળા ખાતે 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને અનુરૂપ તિરંગા યાત્રા સહિત સ્પર્ધાઓ તથા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં ૫ ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન 15મી ઓગસ્ટ નિમિતે સ્વતંત્રતા દિન થીમ આધારિત વિવિધ સ્પર્ધાઓ જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમજ 8મી ઓગસ્ટના રોજ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતુ.10મી ઓગસ્ટનાં રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભર ભાગ લઈ રેલી યોજી હતી. વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરીને રેલીમાં ‘ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહ’ જેવા નારા બોલાવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતની આન, બાન અને શાન સમા એશિયાઈ સિંહોનું સંરક્ષણ કરવા યોગદાન આપવા વિધાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી. શાળાનાં ઈન્ચાર્જ આચાર્ય જાગૃતિબેન પરમારે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande