ભટારના આઝાદ નગરમાં યુવકને તલવારના ઘા મારી હત્યાની કોશિશ
સુરત, 12 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના ભટાર વિસ્તારમાં આવેલ રસુલાબાદ આઝાદ નગરમાં રહેતા યુવકનો પાંચ છ મહિના પહેલા આઝાદ નગરમાં જ રહેતા એક યુવક સાથે સામાન્ય બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી ગતરોજ યુવકે અન્ય બે મિત્રો સાથે મળી બદલો લેવાની ભાવન
murder


સુરત, 12 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના ભટાર વિસ્તારમાં આવેલ રસુલાબાદ આઝાદ નગરમાં રહેતા યુવકનો પાંચ છ મહિના પહેલા આઝાદ નગરમાં જ રહેતા એક યુવક સાથે સામાન્ય બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી ગતરોજ યુવકે અન્ય બે મિત્રો સાથે મળી બદલો લેવાની ભાવના સાથે યુવક પર તલવારથી જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં યુવકને માથામાં તથા શરીરમાં અલગ અલગ ભાગો પર તલવારના ઘા મારી હત્યાની કોશિશ કરી હતી. જેથી યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે ખટોદરા પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદ લઈ ત્રણેય યુવકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે ભટાર રોડ પર આવેલ રસુલાબાદ આઝાદ નગરમાં ગલી નંબર 3 માં રહેતા મજીદ ઈસ્માઈલ શેખ એ ગતરોજ ખટોદરા પોલીસ મથકમાં રસુલાબાદ આઝાદ નગરમાં જ રહેતા પ્રસીદ ઉર્ફે શનિ ઉર્ફે સાનિયા સંતોષ મોરે તથા જાવેદ ઉર્ફે ચાંપા જમીલ શેખ અને જાવેદ સામે હત્યાની કોશિશ ની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મજીદે જણાવ્યું હતું કે પાંચ છ મહિના પહેલા પ્રસિદ્ધ ઉર્ફે શનિ સાથે તેમને સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ વાતની તેણે અદાવત રાખી હતી. ગત તારીખ 10/8/2025 ના રોજ રાત્રે 9:00 વાગ્યાના અરસામાં મજીદ ગલી નંબર ચાર પાસે ઉભો હતો ત્યારે આ ત્રણેય ઈસમો તેની પાસે આવ્યા હતા અને જૂના ઝઘડાની અદાવત રાખી તેના પર તલવાર વડે હુમલો કર્યો હતો. મજિદને માથામાં તથા જમણા હાથ પર ઉપરા છાપરી તલવારના ઘા ઝીંકી દઈ એલ ફેલ ગાળો આપી ઢીક મૂકીનો માર પણ માર્યો હતો. જેથી તે લોહી લુહાણ થઈ જતા ત્રણેય ઈસમો તેને મૂકી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે તેને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તો ભોગ બનનાર મજીદ ખટોદરામાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande