ભાવનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) ૨૧ ઑગસ્ટની ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન (19209) રદ્દ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં આવેલ લાખાબાવલ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેક કામને કારણે ૨૦ ઑગસ્ટથી ૨૩ ઑગસ્ટ, ૨૦૨૫ સુધી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર ભાવનગર મંડળની પ્રભાવિત થનારી ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ
રદ્દ ટ્રેનો :
1. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 21.08.2025 ના રોજ રદ્દ રહેશે.
2. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 22.08.2025 ના રોજ રદ્દ રહેશે.
પુનઃ નિર્ધારિત ટ્રેન :
1. ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ 22.08.2025 એ પોરબંદરથી પોતાના નક્કી સમય 19.40 કલાકના બદલે 1 કલાક અને 10 મિનિટ મોડું એટલે કે 20.50 કલાકે પ્રસ્થાન કરશે.
રેલ યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાની શરૂઆત કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત તાજા અપડેટ્સની માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ