નારાયણ સરોવરમાં 14મીએ વિશાળ સ્વામિનારાયણ મંદિર ,વિશ્રાંતિ ભુવનનું લોકાપર્ણ: પોથી યાત્રા સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
ભુજ - કચ્છ, 12 ઓગસ્ટ (હિ.સ.) કચ્છના લખપત તાલુકામાં આવેલા ભગવાન ત્રિવિક્રમરાયજીના પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના નવા બનેલા વિશાળ મંદિર ,વિશ્રાંતિ ભુવન અને ભોજનાલયનું તા.14/8ના આચાર્ય મહારાજના હસ્તે કરાશે લોકાપર્ણ. આ પ્રસંગ
નારાયણ સરોવર સ્વામી મહોત્સવ


નારાયણ સરોવરમાં સ્વામિનારાયણ ધાર્મિક કાર્યક્રમોનો આરંભ


ભુજ - કચ્છ, 12 ઓગસ્ટ (હિ.સ.) કચ્છના લખપત તાલુકામાં આવેલા ભગવાન ત્રિવિક્રમરાયજીના પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના નવા બનેલા વિશાળ મંદિર ,વિશ્રાંતિ ભુવન અને ભોજનાલયનું તા.14/8ના આચાર્ય મહારાજના હસ્તે કરાશે લોકાપર્ણ. આ પ્રસંગની ઉજવણીના અનુસંધાને પોથી યાત્રા સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે.

વર્તમાન મહંત સ્વામીએ પૂર્વ સંતોની ઇચ્છા પૂરી કરી

ભુજ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયના અક્ષર નિવાસી સંતોએ વર્ષો પહેલાં પોતાની ઉપસ્થિતમાં એ સમયે ઈચ્છા દર્શાવી હતી કે, ભારતખંડમાં પ્રવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર ભૂમિમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિર વિગેરેનું નિર્માણ થાય. સમયાંતરે એ બ્રહ્મનિષ્ઠ અક્ષર નિવાસી સંતોનો સંકલ્પ ભુજ મંદિર ના મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ નરનારાયણ દેવના સાંનિધ્યમાં આ ભગીરથ કાર્ય કરવા, મંદિરના મંડળધારી સંતો, વરિષ્ઠ સંતો, સાંખ્યયોગી બહેનો અને દેશ વિદેશ માં વસ્તા હરિભકતો સામે પ્રસ્તાવ મૂકતા સર્વ પ્રથમ ભુજ મંદિર સલાહકાર સમિતિના રામજીભાઈ દેવજી વેકરિયા પરીવાર એ ૧૨ એકર નું ભૂમિદાન આપવા તૈયારી બતાવી અને સંકુલ તૈયાર થયું છે.

દાતાઓ વરસ્યા, સંકલ્પ પરિપૂર્ણ

આ સંકુલમાં મદનપુરના હરિભક્ત કાનજીભાઈ મેપાણીએ શિલાન્યાસમાં યોગદાન આપ્યું હતું તો બીજીતરફ મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન થશે તે માટે ભુજ મંદિર ના કોઠારી મુરજીભાઈ શિયાણી એ તમામ સહયોગ ની સાથે અનુદાન મળતાં આ કાર્ય નો સંકલ્પ પરી પૂર્ણ થયો છે.

એનઆરઆઇ સહિતના હરિભક્તો વિશાળ પોથીયાત્રામાં જોડાયા

નારાયણ સરોવર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ નો વિધિવત્ પ્રારંભ વિશાળ પોથી યાત્રા શરૂ થયો હતો. ભુજ મંદિરના મહંત ધર્મનંદનદાસજી ઉપમહંત સ્વામી ભગવતજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સંતો સાથે દાતા પરિવારોમાં રામજીભાઈ દેવજી વેકરિયા, રામજીભાઈ ગોપાલ દબાસીયા , શાંતીભાઈ દબાસીયા, લાલજીભાઈ દબાસીયા, કાંતીભાઈ નારાણ કેરાઈ, ઉપકોઠારી જાદવજીભાઈ વિશ્રામ ગોરસીયા, રવજીભાઈ જાદવા ખીમાણી દહીસરા અને કાનજીભાઈ. કે. વરસાણી સામત્રા, ગોવિંદભાઈ ધનજી રાબડિયા, ભીમજી હરજી ભુડીયા , રવિભાઈ પ્રેમજી રાઘવાણી, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ રવાપર સાથે દાતા પરિવારો, સંતો અને દેશ વિદેશ માં વસ્તા હરિભકતો વિશાળ પોથી યાત્રા જોડાયા હતા.

શ્રીમન્નારાયણ તીર્થ મહિમાની કથાનું રસપાન

મહોત્સવ દરમ્યાન વ્યાસપીઠ પર શાસ્ત્રી સ્વામી ગોલોકવિહારીદાસજી, નારાયણમુનીદાસજી, આનંદવલ્લભદાસજી તથા રામકૃષ્ણદાસજી શ્રીમન્નારાયણ તીર્થ મહિમાની કથાનું રસપાન કરાવી રહ્યા છે જ્યારે સંગીત અને ગાયન સંગાથ સ્વામી શ્રીજીનંદનદાસજી, નીલકંઠમુન્ની સાથે તબલા સંગત કપિલમુન્ની આપી રહ્યા છે

આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજીના હસ્તે કરાશે લોકાર્પણ

તિર્થધામ નારાયણ સરોવર ખાતે ભવ્યાતિભવ્ય મંદિર અને યાત્રાર્થીઓને રહેવા માટે સંકુલના નિર્માણકાર્ય અંગે વિશેષ માહિતી આપતાં ભુજ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં આ વિશાળ મંદિર સંકુલ કાર્ય કરવામાં મંદિરની બાંધકામ સમિતિ માં ઉપમહંત ભગવત્જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, સ્વામી પરમહંસદાસજી અને શાસ્ત્રી સ્વામી કૃષ્ણવિહારીદાસજી વિગેરે સમિતિના સંતો, સભ્યો અને એન્જિનિયર ટીમ, ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, વરિષ્ઠ સંતોના માર્ગદર્શન સાથે આ ભવ્ય સંકુલનું કામ પરિપૂર્ણ થયું છે આ વિશાળ મંદિરને રાષ્ટ્રીય સ્તરે લોકાર્પણ તા. 14-08-2025 ગુરૂવાર, શ્રાવણ વદ 6ના અમદાવાદ કાળુપુર મંદિર નરનારાયણદેવ પીઠાધિપતિ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજીના હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને વિશાળ સંકુલ નું લોકાપર્ણ થવા જઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande