ગીર સોમનાથ 12 ઓગસ્ટ (હિ.સ.)સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃતને લોકભાષા બનાવવાના પ્રયાસો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ
સંસ્કૃત સપ્તાહોત્સવનો સમાપન કાર્યક્રમ
તા.૧૨-૦૮-૨૦૨૫, મંગળવાર, સવારે ૧૧:૩૦ કલાકે
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને સંસ્કૃત ભારતી, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે તા.૦૬/૦૮/૨૦૨૫થી તા.૧૨/૦૮/૨૦૨૫ દરમ્યાન સંસ્કૃત સપ્તાહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
આ સંસ્કૃત સપ્તાહોત્સવનો સમાપન કાર્યક્રમ અને વિદ્વત સપર્યા કાર્યક્રમ તા.૧૨-૦૮-૨૦૨૫, મંગળવારે, સવારે ૧૧:૩૦ કલાકે યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં મુખ્ય-અતિથિ તરીકે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં. વિશિષ્ટ-અતિથિ તરીકે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, કચ્છના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો.કશ્યપ ત્રિવેદી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના પ્રતિનિધિ તરીકે અલ્પાબેન અને સોશીયલ મીડિયા દ્વારા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર કરનાર કાજલી પ્રાથમિક શાળાના શિક્ષક જગદિશભાઇ કે. ડાભી ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્તકુમાર સેનાપતિ અધ્યક્ષરૂપે અને કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા નિમંત્રકરૂપે પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે આમંત્રિત અતિથિ રૂપે ડૉ. જયેશ વઘાસિયા સાહેબ, ડો. સ્મિતાબેન છગ, નવલભાઇ, જીગરભાઈ રાવલ, ડો. સોચા સાહેબ, ડો. નિલેશભાઈ જોશી, વગેરે મહાનુભાવો અને ચોક્સી કોલેજના NSS સ્વયં સેવકો, સાયન્સ કોલેજ, મણીબેન કોટક સ્કુલ, શિશુ મંદિર વગેરે વેરાવળની વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને આચાર્યઓ, અધ્યાપકો અને શિક્ષકો વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાએ આરંભમાં મંચસ્થ મહાનુભાવોનો પરિચય કરાવ્યો.
આ સમારોહમાં મુખ્ય-અતિથિ તરીકે કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે કહ્યું યુનિવર્સિટીના સંસ્કૃત સંભાષણ વર્ગાભિયાનની અને સંસ્કુત યાત્રાની પ્રભાવિત થઈને આનંદ વ્યક્ત કર્યો. સંસ્કુત ભાષાનું મહત્વ વિશે વાત કરી. અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે મળીને સંસ્કૃત ભાષાની સંસ્કૃતિને આગળ વધારીશું.
અંતમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યોની પ્રશંસા કરી સંસ્કૃત સપ્તાહોત્સના સારાંશ રૂપે મુલ્ય શિક્ષણ, કાર્ય પ્રબંધક, સ્વધર્મ શિક્ષા વિશે કહ્યું.
વધુમાં, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, કચ્છના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો.કશ્યપ ત્રિવેદીએ કહ્યું કે યુનિવર્સિટીના સ્થાપનાકાળથી આજ સુધી યુનિવર્સિટીની વિવિધ કામગીરી સાથે જોડાયેલ છું તેનું મને ગૌરવ છે. ડૉ. બાબા સાહેબ આંબેક્ટરની સંસ્કૃત ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટેની અપીલને સ્મરણ કરી ને સંસ્કૃત ભાષાને લોકભાષા બનાવનો પ્રયત્ન કરવા કહ્યું અંતે એમને સંસ્કૃતકાર્ય જ રાષ્ટ્રકાર્ય છે એમ જણાવ્યું અને વિદ્વત સપર્યા કાર્યક્રમ અંતર્ગત સન્માનિત કરવા બદલ યુનિવર્સિટીનો આભાર વ્યક્ત કર્યોં.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્તકુમાર સેનાપતિએ પોતાના અધ્યક્ષીય ભાષણ થકી સૌને પ્રેરિત કર્યાં. અને જણાવ્યું કે બધિજ વિદ્યાનો આધાર સંસ્કુત છે. સંસ્કૃત વિદ્યા વગર માનવ જીવન અઘરું છે. સંસ્કૃત જ્ઞાનથી ઉત્તમ વ્યક્તિનું નિર્માણ થાય. અંતમાં સંસ્કૃત શું છે? શા માટે છે? તેનું વિવરણ કર્યું.
અંતે સંસ્કૃત ભારતીય ગીર સોમનાથમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા માટે શ્રેષ્ઠ કાર્ય કરનાર ત્રણ કેન્દ્ર સંયોજકોનું સન્માન કરવામાં આવ્યું. જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંસ્કૃત સંભાષણ વર્ગોના સંયોજક ડૉ. ડાયાલાલ મોકરિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો. અત્રેની યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનનાં અધ્યાપિક ડૉ.આશાબેન ભટ્ટે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમના સંયોજક તરીકેની જવાબદારી ડૉ. ડી. એમ. મોકરિયા, ડો. જીગરભાઈ ભટ્ટ, ડો. કિરમભાઈ ડામોર અને ડો. વિપુલભાઈ જાદવે નિભાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ