ગીર સોમનાથ 12 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં મિશન શક્તિ યોજના અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો સેલ ગીર સોમનાથ દ્વારા માન.કલેક્ટર ગીર સોમનાથ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા ગીર ગઢડા તાલુકા ના હરમડીયા ની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે કુમાર શાળા તેમજ કન્યા શાળા હરમડીયા ખાતે પોક્સો એક્ટની જાગૃતતા માટે તેમજ બેટી બચાવો બેટી પઢાવો જાગૃતતા લાવવા માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં DHEW ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ દ્વારા મહિલાલક્ષી યોજનાકીય માહિતી,સખીવન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર,અભ્યમ ૧૮૧.મહિલાઓ ના અધિકાર વિશે માહિતી આપવા માં આવી હતી.ત્યાર બાદ કોડીનાર કોર્ટ ના PLV દ્વારા પોક્સો એક્ટ અંગે ની સમજણ આપવામાં આવી.આ કાર્યક્રમમાં સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વુમન ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ, કોર્ટ ના PLV ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં શાળાના આચાર્ય, સી.આર.સી. તેમ જ શાળા નો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ