અમદાવાદ શહેર-જિલ્લાની શાળાઓમાં 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' પર્વની ઉજવણી
ગાંધીનગર, 12 ઓગસ્ટ (હિ.સ.): અમદાવાદ શહેર-જિલ્લાની શાળાઓમાં સ્વાતંત્ર્ય પર્વ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત ''હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા'' અભિયાન ઉજવાઈ રહ્યું છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી ડો.
'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન


'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન


'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન


ગાંધીનગર, 12 ઓગસ્ટ (હિ.સ.): અમદાવાદ શહેર-જિલ્લાની શાળાઓમાં સ્વાતંત્ર્ય પર્વ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત 'હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા' અભિયાન ઉજવાઈ રહ્યું છે.

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિ અને અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.કે. પટેલના માર્ગદર્શન હેઠળ શહેર-જિલ્લાની શાળાઓમાં ત્રણ તબક્કામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે.

અમદાવાદ શહેરની ૨૦૦૦ શાળાઓ અને ૨,૬૦,૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ-શિક્ષકો, અમદાવાદ-ગ્રામ્યની ૬૦૦ શાળાઓ અને ૧,૦૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકો અને જિલ્લાની ૬૦૦થી વધુ પ્રાથમિક શાળાઓના ૧,૦૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકો વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર સહભાગી થઈ રહ્યાં છે.

પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેર જિલ્લાની શાળાઓમાં તિરંગા રંગોળી, ઓન લાઈન તિરંગા ક્વિઝ, પોલીસ તેમજ જવાનોને ‘કૃતજ્ઞતા પત્ર’ અર્પણ કરવા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં તિરંગા વિષયક પ્રદર્શની, તિરંગા રેલીઓ, સ્વચ્છતા અભિયાન, હર ઘર તિરંગા સેલ્ફી અપલોડ અભિયાનમાં શાળાના બાળકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આવનારા દિવસોમાં ત્રીજા તબક્કામાં દેશભક્તિના કાર્યક્રમો અને સામાજિક સહભાગિતા સાથે શાળા કક્ષાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande