પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.): પાટણના બકુલ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવ દરમિયાન પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજે વિશેષ કાર્યક્રમ યોજી શ્રી પદ્મનાભજી મંદિર ટ્રસ્ટના નવનિયુક્ત પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામીનો સન્માન કર્યો.
સમાજના આગેવાનોએ તેમને સાલ, બુકે અને મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી અને તેમની નિયુક્તિને આવકારી પ્રશંસા વ્યક્ત કરી. સન્માન સમારંભમાં યશપાલ સ્વામીએ સમાજની એકતા અને ઉન્નતિ માટે સહિયારા પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો તથા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજનો આભાર માન્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર