પ્રાકૃતિક કૃષિમાં ધરતીપુત્રોએ પાક સંરક્ષણ માટે જરૂરી કાળજી રાખવી
વડોદરા, 12 ઓગસ્ટ (હિ.સ.): પ્રકૃતિના રક્ષણાર્થે પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર ઉપાય છે. દેશના ધરતીપુત્રો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહ્વવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાન પગલે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વ્યાપ વધારવા માટે રાજ્યપાલ
પ્રાકૃતિક કૃષિમાં ધરતીપુત્રોએ પાક સંરક્ષણ માટે જરૂરી કાળજી રાખવી


વડોદરા, 12 ઓગસ્ટ (હિ.સ.): પ્રકૃતિના રક્ષણાર્થે પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર ઉપાય છે. દેશના ધરતીપુત્રો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહ્વવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાન પગલે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વ્યાપ વધારવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ મુહિમ ચલાવી છે. જેને પગલે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિ વ્યાપ વધારવામાં માટે સતત પ્રયત્નશીલ છે.

ચાલો તો પ્રાકૃતિક કૃષિમાં ધરતીપુત્રોએ પાક સંરક્ષણ માટે રાખવાની થતી કાળજી અંગે માહિતગાર થઈએ.

શરૂઆતમાં ખેડૂતો રાસાયણિક ખેતી ત્યજી પ્રાકૃતિક ખેતીમાં આવે ત્યારે શરૂઆતમાં જમીનનો સેન્દ્રિય કાર્બન ઓછો થઈ ગયો હોવાથી તેમજ જમીન લગભગ સત્વ વગરની થઈ ચૂકી હોવાથી પાક ઉપર વધારે જીવાત આવશે, જેના નિયંત્રણ માટે નિમાસ્ત્ર, સૂંઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, વગેરે પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરવો જરૂરી બને છે. તો ચાલો આ જંતુરોધકો બનાવવાની રીત વિશે જાણીએ.

(૧) દસપર્ણી અર્ક

દસપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ

એક મોટી ૨૫૦ લીટર ક્ષમતાની ટાંકી અથવા લોખંડના બેરલમાં ૨૦૦ લીટર પાણી લો. તેમાં દેશી ગાયનું ૨૦ લીટર ગૌમૂત્ર નાખો. (ભેંસનું અને જર્સી એચ.એફ.નું અથવા સંકર ગાયનું ગૌમૂત્ર ચાલશે નહિ.) એક લોઢાના અથવા જર્મનના તપેલામાં ૫ લીટર પાણી લઈને તેમાં ૨ કિલો દેશી ગાયનું તાજુ છાણ ઉમેરો. તેને હલાવો અને આ પ્રવાહી હવે ૨૦૦ લીટર પાણીની ટાંકીમાં નાખી દો. પછી તેમાં ૫૦૦ ગ્રામ હળદરનો પાવડર નાખો. પછી તેમાં ૫૦૦ ગ્રામ આદુની ચટણી ઉમેરો. પછી તેમાં ૧૦ થી ૨૦ ગ્રામ હિંગનો પાવડર નાખો. હવે આ દ્રાવણને લાકડીથી સારી રીતે હલાવી ઉપરથી કોથળા વડે ઢાંકી દો. અને છાયામાં દિવસ રાત રાખો. તેની ઉપર સૂર્યપ્રકાશ કે વરસાદનું પાણી પડે નહિ તેની કાળજી રાખો. બીજા દિવસે સવારે કોથળો હટાવી તે દ્રાવણમાં તમાકુનો પાવડર ૧ કિલો નાખો. ૧ થી ૨ કિલો તીખા લીલા મરચાની ચટણી નાખો. તેમાં ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી નાખો. પછી આ દ્રાવણ લાકડીથી ડાબેથી જમણી બાજુ ઘડિયાળના કાંટાની દિશામાં હલાવો. કોથળાથી ઢાંકી અને છાયામાં ૨૪ કલાક રાખો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya


 rajesh pande