મહેસાણા જીલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
મહેસાણા, 12 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા જીલ્લા પંચાયત દ્વારા પદાધિકારીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત કાર્યાલય ખાતે આયોજિત આ કેમ્પમાં તમામ પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓએ પોતાનો આરોગ્ય ચેક
મહેસાણા જીલ્લા પંચાયતના પદાધિકારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો


મહેસાણા, 12 ઓગસ્ટ (હિ.સ.)

મહેસાણા જીલ્લા પંચાયત દ્વારા પદાધિકારીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત કાર્યાલય ખાતે આયોજિત આ કેમ્પમાં તમામ પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓએ પોતાનો આરોગ્ય ચેકઅપ કરાવ્યો. કેમ્પમાં બ્લડ પ્રેશર, બ્લડ શુગર, હૃદયની ધબકારા, વજન, બીએમઆઈ, આંખોની તપાસ સહિત વિવિધ આરોગ્ય તપાસો નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કરવામાં આવી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને આરોગ્ય જાળવવા માટે યોગ્ય આહાર, નિયમિત કસરત તથા સમયસર તબીબી તપાસ અંગે માર્ગદર્શન મેળવ્યું. કેમ્પમાં તબીબોએ આરોગ્ય સંબંધિત પ્રશ્નોના નિરાકરણ સાથે સાથે આરોગ્ય સંબંધી જરૂરી સલાહો પણ આપી.

જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું કે પદાધિકારીઓ તથા કર્મચારીઓનું સારું આરોગ્ય જ કાર્યક્ષમ કામગીરીનું આધારસ્તંભ છે, તેથી આવા કેમ્પો નિયમિત રીતે યોજવામાં આવશે. મેડિકલ ચેકઅપ કેમ્પ દ્વારા તમામે પોતાના આરોગ્યની હાલત વિશે જાણકારી મેળવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande