પાટણમાં પદ્મશ્રી ઉમાશંકર પાંડેનો જળ સંરક્ષણ સંદેશ
પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.)પદ્મશ્રી ઉમાશંકર પાંડેએ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES), પાટણની મુલાકાત લઈને ‘પાણીની પાઠશાળા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને જળ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું. તેમણે વેદો અને ધર્મગ્રંથોના ઉદાહરણોથી પાણીનું આધ્યાત્મિક અને
પાટણમાં પદ્મશ્રી ઉમાશંકર પાંડેનો જળ સંરક્ષણ સંદેશ


પાટણમાં પદ્મશ્રી ઉમાશંકર પાંડેનો જળ સંરક્ષણ સંદેશ


પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.)પદ્મશ્રી ઉમાશંકર પાંડેએ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES), પાટણની મુલાકાત લઈને ‘પાણીની પાઠશાળા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને જળ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું. તેમણે વેદો અને ધર્મગ્રંથોના ઉદાહરણોથી પાણીનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવતાં જણાવ્યું કે દુનિયામાં 71% પાણી હોવા છતાં માત્ર 2.5% પીવાલાયક છે, અને જો પાણીનું સંરક્ષણ નહીં થાય તો ભવિષ્યમાં પાણી માટે યુદ્ધ થઈ શકે છે.

પાંડેએ પાટણના સમૃદ્ધ વારસા, રાણી કી વાવ અને પરંપરાગત પટોળાની પ્રશંસા કરી હતી. તેમણે જીવનમંત્ર રૂપે સંદેશ આપ્યો – “હર ખેત પર મેઢ, હર મેઢ પર વૃક્ષ અને હર ગામમાં પાણીની પાઠશાળા.” ત્યારબાદ તેમણે કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું.

કાર્યક્રમમાં HNGUના વાઇસ ચાન્સેલર પ્રો. કે.સી. પોરિયા અને NGES કેમ્પસના CDO પ્રો. જય ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. જય ધ્રુવે જણાવ્યું કે આવી પ્રેરણાદાયી મુલાકાતોથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના જાગે છે. અંતે ઉપસ્થિત સૌએ જળ સંરક્ષણ માટે સંકલ્પ કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande