પાટણમાં તિરંગા યાત્રા પૂર્વે તૈયારીઓ તેજ
પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં 13મી તારીખે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત એમ.એન. હાઇસ્કૂલથી રેલ્વે સ્ટેશન સુધી ''હર ઘર તિરંગા'' તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રામાં રાજ્યના મંત્રી પણ હાજરી આપશે. યાત્રાના રૂટ પર જનતા હોસ્પિટલ અને રોટરી વિસામા વ
પાટણમાં તિરંગા યાત્રા પૂર્વે તૈયારીઓ તેજ


પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરમાં 13મી તારીખે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત એમ.એન. હાઇસ્કૂલથી રેલ્વે સ્ટેશન સુધી 'હર ઘર તિરંગા' તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રામાં રાજ્યના મંત્રી પણ હાજરી આપશે. યાત્રાના રૂટ પર જનતા હોસ્પિટલ અને રોટરી વિસામા વિસ્તારમાંથી લારી-ગલ્લાના દબાણો દૂર કરાયા છે.

નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે પ્રાંત અધિકારી સમક્ષ પોલીસ બંદોબસ્તની માંગ કરી છે. દબાણો હટાવતી વખતે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર ડબ્બા પાર્ટીની સુરક્ષા માટે આ સહયોગ માંગવામાં આવ્યો છે.

આ અગાઉ પણ આવી કામગીરીમાં પોલીસ તંત્ર સહયોગ આપતું આવ્યું છે. શહેરની સુવ્યવસ્થા અને સ્વચ્છતા જાળવવા માટે નગરપાલિકા અને પોલીસ વચ્ચેનો આ સહકાર આવશ્યક ગણાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande