પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.)પાટણની સરકારી વિનયન અને વાણિજય કૉલેજ સમી ખાતે 8 ઓગસ્ટ 2025ના રોજ હરઘર તિરંગા કાર્યક્રમનો પ્રથમ તબક્કો યોજાયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરિપત્ર મુજબ NSS વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો. તેનો હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રભાવના જગાવવાનો હતો.
NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જાગૃતિબેન પ્રજાપતિએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું, જ્યારે પ્રા. સંજય પટેલ અને ડૉ. અમર ચક્રવર્તીએ નિર્ણાયક તરીકે સેવા આપી. સ્પર્ધામાં 20 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સેમેસ્ટર 3ના પંડ્યા પ્રદીપે પ્રથમ સ્થાન મેળવ્યું, સેમેસ્ટર 5ની મિરજા જાસ્મિન બીજા અને સિપાઈ સાહીન ત્રીજા ક્રમે રહ્યા. વિજેતાઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું.
કૉલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદ અને તમામ અધ્યાપકોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર