પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.): શંખેશ્વર તાલુકાના 6 વર્ષના બાળકને ટીટેનસના ગંભીર લક્ષણો સાથે 18 જુલાઈના રોજ પાટણની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પીડિયાટ્રિક વિભાગના વડા ડો. નેહા શર્મા અને તેમની ટીમે બાળકને તાત્કાલિક PICUમાં દાખલ કરી ઓક્સિજન સપોર્ટ, ટીટેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન અને એન્ટિબાયોટિક્સની સારવાર શરૂ કરી. શરૂઆતના દિવસોમાં તેની સ્થિતિ અસ્થિર રહી.
ડોક્ટરોની સતત દેખરેખ અને પરિવારના સહયોગથી બાળકની તબિયતમાં ધીમે ધીમે સુધારો થયો. 18 દિવસની સઘન સારવાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આ સફળતા ડો. નેહા શર્મા, તેમની ડોક્ટર ટીમ, PICU સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફની મહેનતનું પરિણામ છે, જે GMERS પાટણમાં ઉપલબ્ધ સમયસર અને ગુણવત્તાસભર સારવારનું ઉત્તમ ઉદાહરણ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર