ભવ્ય ત્રિરંગા યાત્રા દેશભક્તિના નારા ગુંજ્યા
અમરેલી, 12 ઓગસ્ટ (હિ.સ.)અમરેલી જિલ્લાના જાફરાબાદ મરીન, સાવરકુંડલા રૂરલ, લીલીયા અને રાજુલા ખાતે વિદ્યાર્થીઓ, પોલીસ અને લોકપ્રતિનિધિઓની ભવ્ય ત્રિરંગા યાત્રા, દેશભક્તિના નારા ગુંજ્યા. આજરોજ સ્વતંત્રતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લાના જાફરાબાદ મ
ભવ્ય ત્રિરંગા યાત્રા દેશભક્તિના નારા ગુંજ્યા


અમરેલી, 12 ઓગસ્ટ (હિ.સ.)અમરેલી જિલ્લાના જાફરાબાદ મરીન, સાવરકુંડલા રૂરલ, લીલીયા અને રાજુલા ખાતે વિદ્યાર્થીઓ, પોલીસ અને લોકપ્રતિનિધિઓની ભવ્ય ત્રિરંગા યાત્રા, દેશભક્તિના નારા ગુંજ્યા.

આજરોજ સ્વતંત્રતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લાના જાફરાબાદ મરીન, સાવરકુંડલા રૂરલ, લીલીયા અને રાજુલા ખાતે ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારી-કર્મચારી તેમજ લોક પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાથમાં ત્રિરંગો લઈને વિદ્યાર્થીઓએ દેશપ્રેમના નારા લગાવતાં શહેર અને ગામના માર્ગો પરથી શિસ્તબદ્ધ રીતે યાત્રા પસાર થઈ.

જાફરાબાદ મરીન વિસ્તારમાં દરિયાકિનારેથી શરૂ થયેલી યાત્રાએ સૌનું ધ્યાન ખેંચ્યું. સાવરકુંડલા રૂરલ અને લીલીયા તાલુકામાં ગામડાઓના માર્ગો પર લોકો મોટી સંખ્યામાં ત્રિરંગા યાત્રા નિહાળવા ઉમટી પડ્યા. રાજુલા શહેરમાં યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને નારાઓએ સમગ્ર વાતાવરણ દેશપ્રેમના રંગમાં રંગી દીધું.

પોલીસ દળ અને વિદ્યાર્થીઓની એકતા, શિસ્ત અને જુસ્સાએ કાર્યક્રમને વિશેષ બનાવી દીધો. લોક પ્રતિનિધિઓએ પણ યાત્રામાં જોડાઈ યુવાનોને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો. અંતે તમામ સ્થળે રાષ્ટ્રીય ધ્વજને વંદન કરીને ત્રિરંગા યાત્રાનો સમાપન કરવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande