ભાવનગર રેલવે મંડળ કચેરી દ્વારા “તિરંગા બાઇક રેલી”નું આયોજન
ગીર સોમનાથ 12 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર મંડળ દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરરોજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં મંડળ કચેરી ખાતે 12 ઓગસ્ટ, 2025 (મંગળવાર)ના રોજ તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળના અધિકારીઓ, કર્મ
ભાવનગર મંડળ દ્વારા


ગીર સોમનાથ 12 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર મંડળ દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરરોજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં મંડળ કચેરી ખાતે 12 ઓગસ્ટ, 2025 (મંગળવાર)ના રોજ તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળના અધિકારીઓ, કર્મચારીઓ, રેલવે સુરક્ષા બળના જવાનો અને સ્કાઉટ એન્ડ ગાઇડના સભ્યો ભાગ લીધા. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના પ્રસ્થાન સંકેતથી આ તિરંગા બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી. આ તિરંગા બાઇક રેલી સવારે 7.30 વાગ્યે અધિકારી વિશ્રામ ગૃહ (ORH)માંથી નીકળી મંડળ કચેરીથી નીલમબાગ સર્કલ, ત્યારબાદ જવેલ સર્કલ અને આરટીઓ સર્કલ થઈને પાછી મંડળ કચેરી ખાતે પૂર્ણ થઈ.

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે આઝાદીનો જશ્ન મનાવવા અને રાષ્ટ્રીય ધ્વજ તિરંગા પ્રત્યે માન વ્યક્ત કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. સ્વતંત્રતા દિવસના આગમનના અવસરે મંડળ કચેરી, રેલવે મ્યુઝિયમ અને ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનને તિરંગાની લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે. 15 ઓગસ્ટ, 2025 (શુક્રવાર)ના રોજ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા ભાવનગર મંડળ કચેરી ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ભાવનગર મંડળમાં હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો હેતુ સામાન્ય જનતા અને રેલ કર્મચારીઓના મનમાં દેશભક્તિની ભાવના જગાવવાનો છે અને જનભાગીદારીની ભાવના સાથે આઝાદીના 78મા વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવશે. હર ઘર તિરંગા અભિયાનમાં રેલ કર્મચારીઓ, તેમના પરિવારજનો અને સામાન્ય નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande