પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.): પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી થઈ, જેમાં વિદ્યાર્થીઓએ બહેરા-મૂંગા શાળાના ભાઈ-બહેનો સાથે રાખડી બાંધી તહેવાર મનાવ્યો.
શાળાના આચાર્ય ડૉ. બી.આર. દેસાઈએ દિવ્યાંગ રોજગાર કેન્દ્રમાંથી ₹10,000ની ખરીદી કરી સામાજિક જવાબદારી નિભાવી. કાર્યક્રમની શરૂઆત ગીત અને પૂજનથી થઈ, જેમાં વિદ્યાર્થિનીઓએ રાખડી બાંધવા સાથે દેશભક્તિ ગીતો, કાવ્યો અને નાટ્યપ્રસ્તુતિઓ રજૂ કરી. આચાર્ય ડૉ. બળદેવભાઈ દેસાઈએ રક્ષાબંધનના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું. શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર