જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે 'મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી કરાઈ
જામનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની આગવી ભૂમિકા અને તેમના યોગદાનને બિરદાવાઈ
કાલાવડ


જામનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની આગવી ભૂમિકા અને તેમના યોગદાનને બિરદાવાઈ હતી.

​કાર્યક્રમમાં જિલ્લા સામાજિક કલ્યાણ સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડાએ મહિલા નેતૃત્વનું મહત્વ સમજાવી વિવિધ ક્ષેત્રોમાં સફળ મહિલાઓ વિશે માહિતી આપી દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી. એડવોકેટ કુંજ દ્વારા દીકરીઓને પોક્સો એક્ટ વિશે જાણકારી આપી કાયદાકીય સુરક્ષા અંગે જાગૃત કર્યા હતા. DHEWના GS હેતલબેન ચાવડાએ દીકરીઓને માસિક સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત, DHEW, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, અને SHE ટીમ જેવી સંસ્થાઓ દ્વારા મહિલાઓ અને બાળકો માટે ઉપલબ્ધ વિવિધ સેવાઓ અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

​આ પ્રસંગે, મહિલા સરપંચ અને કૃષિ તેમજ પશુપાલન જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વક્તવ્ય આપનાર દીકરીઓનું પણ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ દીકરીઓને સેનેટરી પેડ્સ અને ICE મટીરીયલનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓએ પણ સક્રિય ભૂમિકા ભજવી હતી.

મહિલા અને બાળ અધિકારી ડો.પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સરપંચ રામજીભાઈ મકવાણા, ઉપસરપંચ ધનજીભાઈ સહિત અનેક મહાનુભાવો અને ગામની મહિલાઓ તથા દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande