કચ્છના સરહદી ગામ ખાવડા વિસ્તારમાં પાંચ કિ.મી.ની સાઇકલ તિરંગા રેલી, ગ્રામજનો હોંશભેર જોડાયા
ભુજ - કચ્છ, 12 ઓગસ્ટ (હિ.સ.): ખાવડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 85 બટાલિયન સી કંપનીના નેજા હેઠળ ખાવડા ચોકથી કેમ્પ પરિસર સુધી એક વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. બટાલિયન કમાન્ડન્ટ શિવ કુમારના નેતૃત્વમાં કાઢવામાં આવેલી તિરંગા યાત્રા સાયકલ અને
ખાવડા સાઇકલ રેલી


ખાવડામાં યોજાઇ તિરંગા રેલી


ભુજ - કચ્છ, 12 ઓગસ્ટ (હિ.સ.): ખાવડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની 85 બટાલિયન સી કંપનીના નેજા હેઠળ ખાવડા ચોકથી કેમ્પ પરિસર સુધી એક વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. બટાલિયન કમાન્ડન્ટ શિવ કુમારના નેતૃત્વમાં કાઢવામાં આવેલી તિરંગા યાત્રા સાયકલ અને ટુ-વ્હીલર પર લગભગ 5 કિલોમીટરનું અંતર કાપીને કેમ્પ પરિસરમાં પહોંચી હતી. આ રેલીએ ગ્રામીણ વિસ્તારમાં આકર્ષણ જમાવ્યું હતું અને દેશદાઝની ભાવના છવાઇ હતી. ભારત માતા કી જયના નારાથી સરહદી વિસ્તાર ગૂંજ્યો.

બટાલિયનના સેકન્ડ કમાન્ડ ઓફિસર વીરેન્દ્ર કુમાર યાદવ, એડજ્યુટન્ટ અખિલેશ દુબે, કંપની કમાન્ડર ઇન્સ્પેક્ટર અશોક કુમાર, ખાવડા સરકારી શાળાના આચાર્ય, શાળાના બાળકો, સ્થાનિક પોલીસ અને વિસ્તારના મહાનુભાવોએ ભાગ લીધો હતો. આ દરમિયાન સમગ્ર વિસ્તાર દેશભક્તિ અને ‘ભારત માતા કી જય’થી ગુંજી ઉઠ્યો હતો. લોકોમાં દેશભક્તિ અને દેશના ગૌરવની ભાવના વિકસાવવાના ઉદ્દેશ્યથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રને નવી ઊંચાઇ ઉપર લઇ જવાની અપાઇ શીખ કમાન્ડન્ટ શિવ કુમારે જણાવ્યું હતું કે આ તિરંગા યાત્રા ગૌરવ યાત્રાના રૂપમાં સંદેશ આપી રહી છે અને ઉપસ્થિત તમામ લોકોને રાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તેમની ફરજો નિભાવવા વિનંતી કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande