મહેસાણા ખાતે, ભાજપ શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું આયોજન
મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા ખાતે ભારતીય જનતા પાર્ટી, મહેસાણા તાલુકા અને શહેર સંગઠન દ્વારા શક્તિકેન્દ્ર સંયોજકો માટે વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં તાલુકા અને શહેરના તમામ શક્તિકેન્દ્ર સંયોજકો, પદાધિકારીઓ તથા કાર્યકરો
મહેસાણા ખાતે ભાજપ શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું આયોજન


મહેસાણા ખાતે ભાજપ શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું આયોજન


મહેસાણા ખાતે ભાજપ શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું આયોજન


મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા ખાતે ભારતીય જનતા પાર્ટી, મહેસાણા તાલુકા અને શહેર સંગઠન દ્વારા શક્તિકેન્દ્ર સંયોજકો માટે વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં તાલુકા અને શહેરના તમામ શક્તિકેન્દ્ર સંયોજકો, પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રશિક્ષણ વર્ગમાં પક્ષના સંગઠન માળખા, શક્તિકેન્દ્રની ભૂમિકા, મતદારો સાથેના સંવાદ, પ્રચાર વ્યૂહરચના તથા આવનારા કાર્યક્રમોની તૈયારી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. વક્તાઓએ પક્ષની વિચારધારા, વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓનો પ્રચાર ઘરેઘરે પહોંચાડવા માટે પ્રેરણા આપી.

કાર્યક્રમ દરમ્યાન વરિષ્ઠ આગેવાનોએ કાર્યકરોને સંગઠન પ્રત્યેની નિષ્ઠા, શિસ્ત અને ટીમવર્કના મહત્વ પર ભાર મૂક્યો. તેમજ આવનારા ચૂંટણીઓ માટે દરેક શક્તિકેન્દ્ર મજબૂત બને તે માટે તંત્રબદ્ધ રીતે કાર્ય કરવાની અપીલ કરી.

આ પ્રશિક્ષણ વર્ગથી સંયોજકોમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે એક જ દિશામાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande