પાટણમા કલેકટરની અધ્યક્ષતામાં. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક
પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.)પાટણ કલેકટર કચેરી ખાતે કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાણી પુરવઠા અને ગટર બોર્ડની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ રીજુવિનેશન તથા અનુસૂચિત જાતિ પેટા યોજના કાર્યક્ર
પાટણ કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક


પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.)પાટણ કલેકટર કચેરી ખાતે કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પાણી પુરવઠા અને ગટર બોર્ડની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ રીજુવિનેશન તથા અનુસૂચિત જાતિ પેટા યોજના કાર્યક્રમના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

કલેકટરે હર ઘર જલ સર્ટિફિકેશન, ગતિશક્તિ પોર્ટલ પર એન્ટ્રી અને પાણીની ગુણવત્તા ચકાસણીની કામગીરીની સમીક્ષા કરી. શાળા અને આંગણવાડીમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે માટે આયોજન કરવા સૂચના આપી. સાથે ગેરકાયદેસર પાણીના કનેક્શન સામે કડક પગલાં લેવા તાકીદ કરી.

બેઠકમાં ગ્રામ્ય કક્ષાએ ચાલી રહેલા પાણીના કામો, પાઇપલાઇન લીકેજ, ઓપરેટરની નિમણૂક અને વેતન જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.આર. મકવાણા, જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ, સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, યુજીવીસીએલના કાર્યપાલક ઇજનેર, નાયબ માહિતી નિયામક અને વાસ્મોના અધિકારીઓ સહિત સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande