પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.) સિદ્ધપુરના સ્વયંભૂ વાલકેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પર બરફથી અમરનાથ મહાદેવનો સુંદર અને અદ્ભૂત શણગાર કરાયો હતો. આ શણગારના દર્શન કરતા ભક્તોએ અનન્ય આનંદ અને ધન્યતા અનુભવી હતી.
મંદિરની અંદર શ્રી ગોગા મહારાજે સર્પ સ્વરૂપે, 6 ફૂટ 6 ઇંચની કાછડી ઉતારી હતી, જે ભક્તોને નિહાળવા મળી હતી. આ દૃશ્ય ભક્તોમાં આશ્ચર્ય અને ભક્તિભાવનું અનોખું વાતાવરણ સર્જતું હતું.
આ કાછડીને આજે વાલકેશ્વર મહાદેવના અમરનાથ શણગાર સામે, બાપાના આગળ મૂકી દેવાઈ હતી. ભક્તોએ આ પ્રસંગે વિશેષ શ્રદ્ધાભાવે દર્શન કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર