ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ ની થીમ પર અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.
સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ પણ તિરંગા સાથે સેલ્ફી પડાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ‘તિરંગા સેલ્ફી’, ‘હર ઘર સ્વચ્છતા’, તિરંગા યાત્રા’, ‘દેશભક્તિસભર રંગોળી’ અને ‘હરઘરતિરંગા.કોમ’ પર પોતાની સેલ્ફી અપલોડ કરવા જેવી પ્રવૃત્તિઓ થકી દેશભક્તિનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ