હારીજની કૉલેજમાં શ્લોક ગાન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું
પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ હારીજમાં આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન થયું. સ્પર્ધાનું સંચાલન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. મનોજ પ્રજાપતિ અને ડૉ. નરેન્દ્ર રાવલે કર્યું. આર્ટસ અને સાયન્સ વ
હારીજની કૉલેજમાં શ્લોક ગાન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું


પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.)સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ હારીજમાં આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન થયું. સ્પર્ધાનું સંચાલન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. મનોજ પ્રજાપતિ અને ડૉ. નરેન્દ્ર રાવલે કર્યું.

આર્ટસ અને સાયન્સ વિભાગના 15થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande