ભુજ – કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.) અમેરિકાના લ્યુઈસવિલ, કંટકી ખાતે જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજના હસ્તે નૂતન સ્વામિનારાયણ મંદિરના નિર્માણ થનારનું ભૂમિ પૂજન કરાયું છે. કચ્છના હરિભક્તો જેની સાથે વિશેષ લગાવપૂર્વક સંકળાયેલા છે તે અમદાવાદના મણિનગર ગાદી સંસ્થાન દ્વારા આયોજન કરાયું હતું. મહંત ભગવતપ્રિયદાસજી સ્વામીએ અમેરિકા સત્સંગ વિચરણની વિગતો આપતાં જણાવ્યું હતું કે, લ્યુઈસવિલ, કંટકી ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન હરિભક્તો, સંતવૃંદના ઉપસ્થિતિમાં મહારાજે કર્યું હતું. મનુષ્યે જીવનમાં સંસ્કારનું સિંચન કરવું અનિવાર્ય હોય જેથી તે સત્સંગમાં કાયમ માટે જોતરાઈ રહે તેમ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું.
મહાપુજા, ગાદી ગ્રંથની પારાયણ યોજાયા-
સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકાના સ્વામિનારાયણ મંદિર અને કલચરલ સેન્ટર એવા ન્યુજર્સીના સિકોક્સ ખાતેના 24મો વાર્ષિક પાટોત્સવ અંતર્ગત ત્રિદિવસીય મહોત્સવમાં મહાપુજા, સ્વામિનારાયણ ગાદી ગ્રંથનું પારાયણ, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાની સમૂહ પારાયણ, ભવ્ય અન્નકૂટ, આરતી ઉત્સવ અને વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોથી ઉજવાયો હતો.
વિવિધ શહેરોના મેયર સહિતના મહાનુભાવોની હાજરી-
સ્વામિનારાયણ મંદિર, સિકોકસના 24 મા પાટોત્સવ પ્રસંગે સેકાકસના મેયર - મિશેલ ગોનેલી, પીટરસનના મેયર - આન્દ્રે સેગા, એનજે એસેમ્બલીમેન ગેબનીએલ રોડ્રિગ્ઝ અને લેરી વેઇનસ્ટીન, સેકાકસ પોલીસ વિભાગ, ચીફ ડેનિસ મિલર અને કેપ્ટન હોક્સહાર્ટ, હડસન કાઉન્ટી શેરિફ ઓફિસ - ફ્રાન્સિસ એલોહસો, પ્રતિનિધિ એનજે ગવર્નર ઓફિસ ઇઝી ચૌધરી વિગેરે મહાનુભાવો ખાસ પધાર્યા હતા.
સંસ્કાર પોષક સત્સંગ શિબિરો યોજાઈ-
વધુમાં પરમ આચાર્ય સ્વામી મહારાજ સંતવૃંદ સહિતે ઓકાલા, ફ્લોરિડા સ્વામિનારાયણ મંદિરનો તૃતીય પાટોત્સવ, જ્યોર્જિયા, ઈન્ડિયાના પોલિસ. શિકાગો સ્વામિનારાયણ મંદિરનો 14મો પાટોત્સવ, ઓહાયો સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ, ડેલાવર મંદિરનો પાટોત્સવ, પેન્સીલવેનીયા, હોર્સ હેડ, ન્યુ યોર્ક, કનેક્ટીકટ,પીસકેટાવે વિગેરે સ્થાનોએ આદિ અનેક સંસ્કાર પોષક સત્સંગ શિબિરો યોજાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA