જોરણંગ ખાતે ફ્રી HPV વેક્સિન મેડિકલ સેવા કેમ્પમાં 12 શાળાના વિદ્યાર્થીઓને આરોગ્યલાભ
મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લામાં આરોગ્ય જાગૃતિ તરફ એક મહત્વપૂર્ણ પગલાં રૂપે તાજેતરમાં શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ, જોરણંગ ખાતે ફ્રી HPV વેક્સિન મેડિકલ સેવા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ 12 પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ
જોરણંગ ખાતે ફ્રી HPV વેક્સિન મેડિકલ સેવા કેમ્પમાં 12 શાળાના વિદ્યાર્થીઓને આરોગ્યલાભ


જોરણંગ ખાતે ફ્રી HPV વેક્સિન મેડિકલ સેવા કેમ્પમાં 12 શાળાના વિદ્યાર્થીઓને આરોગ્યલાભ


મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લામાં આરોગ્ય જાગૃતિ તરફ એક મહત્વપૂર્ણ પગલાં રૂપે તાજેતરમાં શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ, જોરણંગ ખાતે ફ્રી HPV વેક્સિન મેડિકલ સેવા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ 12 પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ HPV વેક્સિનનો લાભ મેળવ્યો.

લાભ મેળવનાર શાળાઓમાં જોરણંગ પ્રાથમિક શાળા, ધનપુરા પ્રાથમિક શાળા, જલાપુરા પ્રાથમિક શાળા, આંબલીયાસણ સ્ટેશન પ્રાથમિક શાળા, સાર્વજનિક વિદ્યાલય પ્રાથમિક વિભાગ (આંબલીયાસણ સ્ટેશન), અમી બાલવાડી (આંબલીયાસણ સ્ટેશન), નવી શેઢાવી પ્રાથમિક શાળા, જુની શેઢાવી પ્રાથમિક શાળા, હાડવી પ્રાથમિક શાળા, ધોળાસણ પ્રાથમિક શાળા, ચલુવા પ્રાથમિક શાળા અને બાલિયાસણ પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.

HPV વેક્સિનનું મહત્વ

HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) વેક્સિન એ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ભલામણ કરાયેલ મહત્વપૂર્ણ રસી છે, જે ગર્ભાશયના મોઢાના કેન્સર, ગળાના કેન્સર અને HPV વાયરસથી થતા અન્ય ગંભીર રોગોથી બચાવ કરે છે. સામાન્ય રીતે 9 થી 14 વર્ષની વયે આ રસી લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે અને ભવિષ્યમાં સંક્રમણનું જોખમ ઓછું રહે છે. તબીબો મુજબ, રસી સાથે સાથે યોગ્ય આરોગ્ય જાગૃતિ પણ જરૂરી છે જેથી સમાજમાં કેન્સરના જોખમને ઘટાડી શકાય.આ કેમ્પને લઈને સ્થાનિક ગ્રામજનો અને શિક્ષણજગતના પ્રતિનિધિઓએ સંતોષ વ્યક્ત કર્યો અને આવનારા સમયમાં આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી.

આ આરોગ્યલક્ષી અભિયાન દાતાશ્રી પ્રહલાદભાઈ કાંતિલાલ વેણીદાસ પટેલના ઉદાર દાનથી શક્ય બન્યું, જ્યારે કેમ્પનું આયોજન અને વ્યવસ્થા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (ઇન્દુકાકા ઇપકોવાળા સેવા સંસ્થા), અમદાવાદના સૌજન્યથી કરવામાં આવી. સ્થાનિક આરોગ્યકર્મીઓ અને સ્વયંસેવકોના સહયોગથી દિવસભર બાળકોને મફત રસી આપવામાં આવી અને તેમને રસીકરણના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande