જામનગર, 15 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેર-જિલ્લામાં પોલીસે શ્રાવણિયા જુગાર પર દરોડા અવિરત રાખ્યા છે. અને જુદા જુદા 10 સ્થળો પર દરોડા પાડી ત્રણ મહિલા સહિત કુલ 63 પંટરોને ઝડપી લીધા હતાં. જ્યારે ચાર શખ્સો નાશી જતાં ફરાર જાહેર કર્યા હતા.
મળતી માહિતી મુજબ, જામનગર તાલુકાના રણજીતપર ગામે બલ્બના અજવાળે પાના ટીંચી રહેતાં ગોવિંદભાઇ ધરમશીભાઇ મારકણા, વિશાલ ભીખાભાઇ ચીખલીયા, ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ભુપતસિંહ જાડેજા, ચંદ્રેશ ભાઇલાલભાઇ ધમસાણીયા, કુલદીપસિંહ ઇન્દ્રજીતસિંહ જેઠવા, મયંક કનૈયાલાલ મહેતા, કપીલ મનસુખભાઇ સોજીત્રા, રમેશભાઇ રાઘવજીભાઇ દુધાગરા, દીલીપભાઇ નરશીભાઇ માલાણી નામના દશ પંટરોને રંગેહાથ ઝડપી પાડ્યાં હતાં. અને તમામના કબ્જામાંથી રૂ.65650 ની રોકડ કબજે કરી છે.
ઉપરાંત પસાયા બેરાજા ગામના સ્મશાન પાછળ સ્ટ્રીટ લાઇટના અજવાળે જામેલી જુગારની મહેફીલમાં નસીબ અજમાવી રહેલાં રવજીભાઇ ઉર્ફે રમેશભાઇ રાજાભાઇ સોંદરવા, અલ્પેશ રમેશભાઇ મકવાણા, ગોપાલભાઇ કાનજીભાઇ મોલીયા, મહેન્દ્રભાઇ પરસોત્તમભાઇ ડોબરીયા, જેરામભાઇ નાથાભાઇ મોલીયા, રવી હરજીભાઇ ડોબરીયા, ગોવિંદભાઇ પાંચાભાઇ કુંજડીયા, ગોપાલભાઇ પાંચાભાઇ ઠુંગા નામના આઠ શખ્સોને પકડી પાડ્યાં હતાં. અને તમામ પાસેની રૂ.37150 ની રોકડ મળી કુલ રૂ.65150 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
જ્યારે લાલપુરમાં દેવીપૂજકવાસમાં જાહેરમાં જુગાર રમી રહેલાં રિયાઝ ઓસમાણભાઇ ડાલી, કવિતાબેન વિનોદભાઇ પરમાર, ખુશીબેન જગજીતભાઇ બાવરી, સવિતાબેન અશોકભાઇ પરમાર નામના ત્રણ મહિલા સહિત ચાર જુગારીઓને રૂ.4430 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જામનગરના રણજીતસાગર રોડ પર કુબેર પાર્ક મેઇન રોડ પર જાહેરમાં પાના ટીંચી રહેલતાં સુનીલ જેન્તીલાલ ભદ્રા, રાજેશ ઉર્ફે રાજાબલી દયાળજીભાઇ ખાનીયા, નયન રાજેશભાઇ ખાનીયા, નીલેશભાઇ મહેન્દ્રભાઇ ભદ્રા, ક્રિષ્ન ઉર્ફે એકો મહેન્દ્રભાઇ ગોરી, મનજી ઉર્ફે મમ્મુ મંગલદાસ કટારમલ નામના છ શખ્સોની રૂ.10320 ની રોકડ સાથે અટકાયત કરી હતી.
જ્યારે હર્ષમીલની ચાલી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલાં સાદીકભાઇ હુશૈનભાઇ બ્લોચ, હિમાલયભાઇ નવદીપભાઇ ડગલી, નવીનભાઇ ઉર્ફે કાળુભાઇ જેઠાભાઇ ટીપલાણી, ભરતભાઇ ખેંગારભાઇ પારધી, સચીનભાઇ ગુલાબભાઇ ઠકરાર, પ્રકાશભાઇ કરશનભાઇ કાપડી નામના છ શખ્સોને રૂ.9250 ની રોકડ સાથે પકડી પાડ્યાં હતા.
આ ઉપરાંત બેડી મરીન પોલીસે શહેર નજીકના ઢીંચડા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે પાના ફેંકી જુગાર રમી રહેલાં જયંતિલાલ કરમણ ગડા, ભાવેશ ધીરજલાલ માલદે, શક્તિસિંહ વિક્રમસિંહ ઝાલા, રવસુર નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે આરીફ, બહાઉદીન અને ઘોઘો નામના ત્રણ શખ્સો નાશી ગયા હતાં. પોલીસે પકડાયેલા તમામ શખ્સોના કબ્જામાંથી રૂ.10750 ની રોકડ કબ્જે કરી હતી.
જ્યારે કાલાવડના ખરેડી ગામની સીમમાં સાતુદળ વાળા રસ્તે આવેલ વોકળાના કાંઠે જાહેરમાં જુગાર રમી રહેલાં નરેન્દ્રભાઇ બચુભાઇ કાછડીયા, કિરીટગીરી ચિમનગીરી ગૌસ્વામી, પ્રકાશભાઇ મોહનભાઇ સોંદરવા, પરેશભાઇ બાબુભાઇ કોઠીયા, વશીમભાઇ હારૂનભાઇ દલ નામના છ શખ્સોની રૂ.23200 ની રોકડ સાથે અટકાયત કરી હતી.
લાલપુરના પીપરટોડા ગામથી હરીપર જતા રસ્તા-પર આવેલ સંપ પંમ્પ પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલાં રવીરાજસિંહ અશોકશિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહીલ, ગજેન્દ્રસિંહ રઘુભા જાડેજા, ગોવૂભા મોબતસિંહ જાડેજા, નરેન્દ્રપરી મનુપરી ગોસાઇ, રાહુલસિંહ પ્રદીપસિંહ વાઘેલા, પરાક્રમસિંહ લખધીરસિંહ જાડેજા નામના સાત શખ્સોને રૂ.12070ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
શેઠવડાળા નજીક કડબાલ ગામે આવેલ વોકળાના કાંઠે ફોક્સ લાઇટના અંજવાળે જાહેરમાં જુગટું રહી રહેલાં ભિખાભાઇ માલદેભાઇ કાંબરીયા, નગેશભાઇ કારાભાઇ કરંગીયા, મયુરભાઇ ગોવાભાઇ ચંદ્રવાડીયા, ખિમાભાઇ માલદેભાઇ બોદર નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે રાજુભાઇ નાથાભાઇ બરાઇ નામનો શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામના કબ્જામાંથી રૂ.11200 ની રોકડ જપ્ત કરી હતી.
જામજોધપુરના પરડવા ગામે આવેલ ખાણ વિસ્તારમા દુકાન પાસે જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલાં ગોબરભાઇ સરમણભાઇ પાટડીયા, ભગાભાઇ હમીરભાઇ શામળ, પાંચાભાઇ બિજલભાઇ શામળા, અરજણભાઇ ખિમાભાઇ શામળા, કરશનભાઇ મેરાભાઇ શામળા, દિનેશભાઇ રામભાઇ ગાંગળીયા, હિમતભાઇ કેશુરભાઇ માલણીયા, ઉકાભાઇ બેચરભાઇ સોલંકી નામના આઠ શખ્સોને રૂ.10300 ની રોકડ સાથે ઝડપી લઇ તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt