અંબાજી15 ઓગસ્ટ (હિ. સ)
આજે 15મી ઓગસ્ટના 79માં સ્વતંત્રાદિવસ ની ઉજવણી સમગ્ર રાજ્યભર માં કરાઈ રહી છે
ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજીની પ્રમુખ સંસ્થા ગણાતી ગ્રામપંચાયત કચેરી
ખાતે ગ્રામના પ્રથમ નાગરિક અનેમહિલા સરપંચ કલ્પનાબેન પટેલના હસ્તે રાષ્ટ્રીય
ધ્વજફરકાવવામાં આવ્યો હતો અને spcના વિદ્યાર્થીઓ સહીત
અંબાજી ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી એટલુંજ નહિ આ
સાથે અંબાજીની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં પણ રાષ્ટ્રીય પ્રતેય
લાગણી રાખવા સાથે દેશપ્રેમી બની રહેવા ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો જોકે આ સાથે
લાંબા સમયથી બંધ પડેલી સાર્વજનિક પુસ્તકાલય પણ આજથી ખુલ્લું મુકવામાં આવ્યું હતું
જેથી આદિવાસી વિદ્યાર્થીઓ સહીત સિનિયર સિટિજનો સહીત જ્ઞાનવર્ધક વાંચનનો લાભ લઇ શકે
અને અંબાજીમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ચલાવાતી છાત્રાલય જે છેલ્લા
કેટલાક વર્ષોથી જર્જરિત અને બિસમાર હાલતમાં છે તેને પણ આદિવાસી વિદ્યાર્થીઓ તેનો
લાભ લઇ શકે તે માટે નવનિર્મિત કરવા તરફની કાર્યવાહી હાથધર્યા હોવાનુંકલ્પનાબેન પટેલ
(મહિલા સરપંચ,અંબાજી ગ્રામપંચાયત)અંબાજી જણાવાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ