15 મી ઓગસ્ટ ની જિલ્લા પંચાયત ખાતે ઉજવણી
બોટાદ, 15 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ જીલ્લા પંચાયત બોટાદ ખાતે ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવણીપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં માનનીય જીલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખતેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં મુખ્ય મહેમાનો અને અધિકાર
15 મી ઓગસ્ટ ની જિલ્લા પંચાયત ખાતે ઉજવણી


બોટાદ, 15 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ જીલ્લા પંચાયત બોટાદ ખાતે ૭૯મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવણીપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં માનનીય જીલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખતેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં મુખ્ય મહેમાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રાત:કાળે સૌ પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ વંદન કરવામાં આવ્યું અને સૌએ રાષ્ટ્રીય ગીતના સ્વરમાં દેશભક્તિની લાગણી વ્યક્ત કરી. ત્યારબાદ મહેમાનો દ્વારા સ્વતંત્રતા સેનાનીઓના અમૂલ્ય બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના સંબોધનમાં સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો અને જીલ્લાના વિકાસ માટે સૌના સહકાર અને સંકલ્પની જરૂરિયાત પર ભાર મુક્યો. માનનીય પ્રમુખશ્રીએ ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની ચર્ચા કરી તથા આગામી વર્ષોમાં નવા પ્રોજેક્ટ્સની રૂપરેખા રજૂ કરી.

કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના સભ્યો, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉમંગ અને દેશપ્રેમ સાથે હાજરી આપી. કાર્યક્રમના અંતે દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચાર સાથે સૌએ દેશની અખંડ એકતા અને પ્રગતિ માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande