મહેસાણા જિલ્લા સૈનિક બોર્ડ ખાતે લીગલ એઈડ ક્લીનીકની સ્થાપના
મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.)– મહેસાણા જિલ્લા સૈનિક વેલફેર એન્ડ રીસેટલમેન્ટ બોર્ડ, રાજમહેલ કંપાઉન્ડ ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહેસાણા દ્વારા લીગલ એઈડ ક્લીનીકની સ્થાપના કરવામાં આવી. આ ક્લીનીકનો મુખ્ય હેતુ સંરક્ષણ કર્મચારીઓ, એક્સ-સર્વિસમેન અને તે
મહેસાણા જિલ્લા સૈનિક બોર્ડ ખાતે લીગલ એઈડ ક્લીનીકની સ્થાપના


મહેસાણા, 15 ઓગસ્ટ (હિ.સ.)– મહેસાણા જિલ્લા સૈનિક વેલફેર એન્ડ રીસેટલમેન્ટ બોર્ડ, રાજમહેલ કંપાઉન્ડ ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મહેસાણા દ્વારા લીગલ એઈડ ક્લીનીકની સ્થાપના કરવામાં આવી. આ ક્લીનીકનો મુખ્ય હેતુ સંરક્ષણ કર્મચારીઓ, એક્સ-સર્વિસમેન અને તેમના પરિવારજનોને કાયદાકીય સલાહ અને સહાય ઉપલબ્ધ કરાવવાનો છે.

ગુજરાત હાઈકોર્ટની મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં એકસાથે આવા ક્લીનીકોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મહેસાણા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં પાટણ તથા બનાસકાંઠા જિલ્લાના લાભાર્થીઓને પણ આવરી લેવામાં આવ્યા છે.

લીગલ એઈડ ક્લીનીક 13 ઑગસ્ટ 2025થી કાર્યરત થઈ ગયું છે. હવે સંરક્ષણ કર્મચારીઓ અને એક્સ-સર્વિસમેન તથા તેમના પરિવારજનોને કાયદાકીય સમસ્યાઓ માટે સીધી સલાહ અને સહાય સરળતાથી મળી શકશે. મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આઈ.કે. જાંગડએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આ સુવિધા જિલ્લાનાં લાભાર્થીઓ માટે કાયદાકીય માર્ગદર્શન મેળવવામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande