વડોદરા, 15 ઓગસ્ટ (હિ.સ.)-વડોદરા નજીક ડભોઇ રોડ પર વરણામા પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી એક આરોપીને ધરપકડ કરી 20.77 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
માહિતી મુજબ, મધ્યપ્રદેશથી છોટાઉદેપુર મારફતે વડોદરા આવતી મરોન કલરની ટ્રક અંગે પોલીસે કેલનપુર ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી બિયરના 11,180 ટીન, કિંમત આશરે ₹13.66 લાખ, સાથે મોબાઇલ, ખાલી પ્લાસ્ટિક કેરેટ સહિત કુલ ₹20.77 લાખનો મુદ્દામાલ મળી આવ્યો.
પોલીસે આરોપી જગદીશ કનૈયાલાલ રાવત (રહે. રાહુખેડી, તા. સાવેર, જિ. ઇન્દોર, મધ્યપ્રદેશ)ને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે