અંબાજી16 ઓગસ્ટ (હિ. સ)જન્માષ્ટમીની ની મધ્યરાત્રિ એ
દ્વારકા ડાકોર અને શ્રીનાથજી માં ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ખુબ જ ધામ ધૂમથી
મનાવવામાં આવે છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાંજન્માષ્ટમીની પૂર્વ રાત્રી એજ
રાત્રીના 12ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો
જ્યાં મેઘરાજા એ પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ના વધામણાં કર્યા હતા
અંબાજી
મંદિરમાં આજે રાત્રીના 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવી ચાંદી ના પાલના
માં જુલ ઝુલાવ્યા હતા તેમજ ભગવાનને પંજીરી,પંચામૃત ને માખણ નો ભોગ સોનાના
થાળ માં ધરાવવામાં આવ્યો હતોજન્માષ્ટમીની પૂર્વ રાત્રી એ
ભગવાન શ્રી કૃષ્ણ મહોત્સવ અંબાજી મંદિરમાં ઉજવાતા મોટી સંખ્યામાં ભક્તો એ પણ આ
જન્મોત્સવની ઉજવણીના શાક્ષી બન્યા હતા તેમજ ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ આરતી ઉતારી
નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલકી ના નાદ ગુંજી ઉઠી હતા.
આજેજન્માષ્ટમીનો પર્વ અંબાજી મંદિરમાં ઉજવવા બાબતે મંદિર
ટ્રસ્ટના ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ ની જન્મ રોહિણી
નક્ષત્ર માં થયો હતો અને તેને બીજા દિવસે નંદ મહોત્સવ મનાવાય છે એટલે જન્માષ્ટમી
ની પૂર્વરાત્રિએ શ્રી કૃષ્ણ જન્મોત્સવ
અંબાજી મંદિર ખાતે ઉજવી એક પરંપરાગત ની સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં
આવે છે જન્માષ્ટમી ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે તેમજન્માષ્ટમીને પૂર્વ રાત્રી એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતા
તેમનો ઉત્સવ મનાવવામાં આવે છેજયશીલભાઈ ઠાકર (ભટ્ટજી મહારાજ
મંદિર ટ્રસ્ટ અંબાજી )
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ