મોડાસા, 16 ઓગસ્ટ (હિ.સ.)ધનસુરા તાલુકામાં આવેલી એસ.વી.ટી.બી.એડ. કોલેજ, ઉજળેશ્વર ખાતે 14 ઑગસ્ટે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત શ્રીકૃષ્ણના ભજનો અને આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મટકી ફોડ જેવી લોકપ્રિય સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો.ગરબા-રાસના તાલે સમગ્ર કેમ્પસ ગુંજી ઉઠ્યો હતો, જેમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સૌએ મળીને કૃષ્ણ ભક્તિના રંગમાં ઝૂમી ઉઠ્યા. કાર્યક્રમનું સફળ સંચાલન અધ્યાપક ઝલકબેન પટેલ, ધુપ્તિબેન પટેલ, ચાર્મીબેન ચૌધરી, ફીઝાબેન મીરજા અને સાહીસ્તા મિર્ઝા દ્વારા કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત સૌએ આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને પરંપરા જાળવવાની પ્રેરણા આપે છે તેવું મત વ્યક્ત કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ