દાદરા નગર હવેલી , 16 ઓગસ્ટ (હિ.સ.)-દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં પિતા અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે.
પ્રાથમિક માહિતી મુજબ, ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેના આધારે પોલીસ આને સામૂહિક આપઘાત હોવાની સંભાવના વ્યક્ત કરી રહી છે. જોકે, અંતિમ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટના આધાર પર જ આ મોતો આપઘાતના છે કે પછી પાછળ કોઈ બીજુ કારણ જવાબદાર છે, તે સ્પષ્ટ થશે.
આ કરુણ ઘટનાને પગલે સામરવણી ગામ તથા આસપાસના વિસ્તારમાં શોકનું માહોલ છવાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે