કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની સિદ્ધપુરમાં શિવ મંદિરોની મુલાકાત
પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)શ્રાવણ માસ અને જન્માષ્ટમીના પવિત્ર અવસરે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુરના પ્રાચીન શિવ મંદિરોની મુલાકાત લીધી હતી. તેમણે દેથળી ખાતેના વટેશ્વર મહાદેવ, બિંદુ સરોવર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ તેમજ સરસ્વતી નદીના કિનારે આવેલા સ
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની સિદ્ધપુરમાં શિવ મંદિરોની મુલાકાત


પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)શ્રાવણ માસ અને જન્માષ્ટમીના પવિત્ર અવસરે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુરના પ્રાચીન શિવ મંદિરોની મુલાકાત લીધી હતી. તેમણે દેથળી ખાતેના વટેશ્વર મહાદેવ, બિંદુ સરોવર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ તેમજ સરસ્વતી નદીના કિનારે આવેલા સિદ્ધનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

મંત્રીશ્રીએ બ્રહ્માંડેશ્વર, વાલ્કેશ્વર અને અરડેશ્વર મહાદેવ સહિત પારસ પીપળી ખાતેના ગોગા મહારાજના મંદિરે પણ શીશ નમાવ્યું હતું. તેમણે સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, શહેર અને તાલુકા ભાજપના આગેવાનો, યુવા મોરચાના પ્રમુખ તેમજ એ.પી.એમ.સી. ચેરમેન સહિત અનેક વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande