કાંસાની શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી
પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)સરસ્વતી તાલુકાની શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલય, કાંસામાં 79મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો. વાલી મંડળના પૂર્વપ્રમુખ દલાભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન થયું. આ પ્રસંગે શાળાના સંચાલક કેશાજી એસ. ઠાકોર, પરબતજી ઠાકોર, અરવિંદભાઈ પંચાલ, બીજલ
કાંસાની શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી


કાંસાની શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી


પાટણ, 16 ઓગસ્ટ (હિ.સ.)સરસ્વતી તાલુકાની શ્રી એસ.પી. ઠાકોર સર્વોદય વિદ્યાલય, કાંસામાં 79મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો. વાલી મંડળના પૂર્વપ્રમુખ દલાભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન થયું. આ પ્રસંગે શાળાના સંચાલક કેશાજી એસ. ઠાકોર, પરબતજી ઠાકોર, અરવિંદભાઈ પંચાલ, બીજલજી ઠાકોર, ભવાનજી ઠાકોર, સરપંચ ભાવેશભાઈ તેમજ આચાર્ય ડી.ડી. મોદી ઉપસ્થિત રહ્યા. ગ્રામજનો, વાલીગણ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ મોટી સંખ્યામાં જોડાયા.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના, સ્વાગત ગીત અને દેશભક્તિ ગીતોની સુંદર પ્રસ્તુતિ કરી. દીકરી અને નારી શક્તિ વિષયક વક્તવ્યો રજૂ થયા. સાથે જ વિદ્યાર્થીઓએ ગરબા દ્વારા 15મી ઓગસ્ટના મહત્વ પર અનોખી રજૂઆત કરી.

કબડ્ડી અને એથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ કેશાજી એસ. ઠાકોર અને અન્ય આગેવાનો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અંતે શિક્ષક વી.જી. ઠાકોરે આભારવિધિ કરી અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande