સુરત, 16 ઓગસ્ટ (હિ.સ.)-સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે સુરત જિલ્લા પંચાયત, વેસુ ખાતે જિ. પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ અને શ્રી જિ. વિકાસ અધિકારી શિવાની ગોયલની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન બાદ જિ.પં.ના આરોગ્ય વિભાગ તથા નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં 31 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ઉપરાંત હેલ્થ ચેક અપ કેમ્પ અંતર્ગત 68 કર્મચારીઓના લિપિડ પ્રોફાઈલ કરી લીવર અને કિડની ફંક્શન, CBC, બ્લડ ગ્રુપ તેમજ બ્લડપ્રેશરની ચકાસણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિ. પં.ના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ,મુખ્ય જિ. આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ,નાયબ જિ. વિકાસ અધિકારી પી.સી.પટેલ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે