કોડીનારના અંબુજાનગરમાં આવેલ કૌશલ્ય અને ઉધમિતા વિકાસ સંસ્થા SEDI માં હર ઘર તિરંગા વિશે સેમિનાર અને રેલી યોજાઈ.
ગીર સોમનાથ 17 ઓગસ્ટ (હિ.સ.) ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય મેરા યુવા ભારત જૂનાગઢ ગીરસોમનાથ દ્વારા, કોડીનારના અંબુજાનગરમાં આવેલ SEDI માં તાલીમાર્થીઓને રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ ફેલાવાવ અને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહ
કોડીનારના અંબુજાનગરમાં


ગીર સોમનાથ 17 ઓગસ્ટ (હિ.સ.) ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય મેરા યુવા ભારત જૂનાગઢ ગીરસોમનાથ દ્વારા, કોડીનારના અંબુજાનગરમાં આવેલ SEDI માં તાલીમાર્થીઓને રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ ફેલાવાવ અને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારો પર દરેક ઘરમાં તિરંગો ફરકાવવા માટે આહવાન કરવું.તેમજ તિરંગાનો ઇતિહાસ અને તેના પ્રતીકો કેસરી, સફેદ અને લીલો તેમજ અશોક ચક્ર, ફ્લેગ ના નિયમો તેમજ તેને ફરકવાની રીત વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી અને ભવ્ય રેલી યોજી અને તાલીમાર્થીઓ દ્વારા સ્લોગનો નો વરસાદ વર્ષામાં આવ્યો.

આ તકે પીએલવી પ્રકાશ જે મકવાણા, સેડીના સિનિયર એજુકેટીવ દિલીપભાઈ વાઢેર, નિલેશ રાઠોડ, ઇન્દ્રજીત વાળા, સત્યજીત રાઠોડ, દિલીપ શિયાળ, નીલમ રાઠોડ, ભાવના રાઠોડ, વૈશાલી પરમાર તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande