ભુજ સ્વામિનારાયણ મંદિરમાં, હરિભક્તોની હાજરીમાં ધામધૂમથી ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ
ભુજ – કચ્છ, 17 ઓગસ્ટ (હિ.સ.) ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે હજારો ભક્તો ની ભીડ વચ્ચે 16મી ઓગસ્ટે જન્માષ્ટમીના મધરાત્રે બરોબર બારના ટકોરે બાળ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ અવતારનું આગમન થતાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ બાલગોપાલની આરતી કરી હતી. ભુજન
ભુજમાં સ્વામિ મટકીફોડ


સ્વામિનારાયણ મહોત્સવ


ભુજ – કચ્છ, 17 ઓગસ્ટ (હિ.સ.) ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે હજારો ભક્તો ની ભીડ વચ્ચે 16મી ઓગસ્ટે જન્માષ્ટમીના મધરાત્રે બરોબર બારના ટકોરે બાળ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ અવતારનું આગમન થતાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ બાલગોપાલની આરતી કરી હતી. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરમાં, સંપ્રદાયાના ધાર્મિક તહેવારો પરંપરાગત ઉજવાતા હોય છે ત્યારે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી પણ ધામધૂમથી થઇ હતી. ઉપમહંત ભગવદ્જીવનદાસજી, પાર્ષદ જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાશદાસજી વિગેરે વરિષ્ઠ સંતો એ ઉપસ્થિત હજારો ની હરિભકતો સાથે દિવેટ લઈ ઠાકોરજીની આરતી કરવાનો લાભ લીધો હતો.

યુવક મંડળ દ્વારા, મટકીફોડ અને રાસની રમઝટ

મુખ્ય સભામંડપ ડોમ માં ભુજ મંદિર અને કચ્છ નરનારાયણ દેવ યુવક યુવતી મંડળના સંયુક્ત ઉપક્રમે, મટકી ફોડ કાર્યક્રમમાં ઉમંગભેર હરિભક્તો રાસની રમઝટ સાથે નંદ ઘેર આનંદ ભયો... ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.. ઠાકોરજી જન્મોત્સવ માં પ્રસાદ સ્વરૂપે પંચામૃત અને પંજુરીનો સ્વાદ હરિભકતો માણ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande