પાટણ, 2 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુરમાં રહેતા 45 વર્ષીય ઈશ્વરભાઈ ધુળાભાઈ પટણીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ દુઃખદ ઘટના અંગે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મૃતકના ભાઈ નગીનભાઈ ધુળાભાઈ પટણીએ પોલીસને જાણ કરી હતી. નગીનભાઈ હાલ પાલનપુરમાં કીર્તિસ્તંભ નજીક રહે છે અને મૂળ સિદ્ધપુરના વતની છે. આપઘાતની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આપઘાતના સાચા કારણની તપાસ શરૂ કરી છે. હાલમાં મોતના કારણ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ ઘટના પછી મૃતકના પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પોલીસ સમગ્ર મામલે આગળની તપાસમાં લાગી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર